Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

17 મિનિટ સુધી પાણીમાં શ્વાસ રોકી રાખીને આ શખ્સે વિશ્વ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: પાણીમાં કોઈ વ્યક્તિ કેટલા સમયસુધી પોતાનો શ્વાસ રોકી શકે છે આ વાતનો જવાબ આપનો અઘરો પડી જતો હોય છે. મોટાભાગના લોકો થોડાક જ ક્ષણ માટે શ્વાસ રોકી શકે છે પરંતુ અમેરિકાના એક ડેવિડ બ્લેન નામના શખ્સે 17 મિનિટ અને 4 સેકેંડ સુધી પોતાનો શ્વાસ  પાણીમાં રોકી રાખીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવી લીધો છે.આ શખ્સે આ નવું કાર્ય કરીને સહુ કોઈને પાછળ રાખી દીધા છે.મોટાભાગના લોકો  તેને ચમત્કારનું નામ આપી રહ્યા છે.

(6:08 pm IST)