Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સુદાનમાં સરકારે બ્રેડનો ભાવ વધારતા રાજધાની ખાર્તૂમમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અેક તબીબ અને અેક બાળકનું મોતઃ આ લડતમાં અત્યાર સુધીમાં ૨૬ લોકોઅે જીવ ગુમાવ્યા

ખાર્તૂમ : સુદાનની રાજધાની ખાર્તૂમમાં સરકાર વિરોધી પ્રદર્શન દરમયાન બુધવારે એક તબીબ અને એક બાળકનું મોત થયું છે. સરકાર દ્વારા બ્રેડના ભાવ વધારાતા 19 ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 26 લોકોના મોત થઈ ચૂક્યા છે.

સુરક્ષા દળોની વચ્ચે હિંસક ઝડપ

આ દરમિયાન રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરના ત્રણ દાયકાના શાસનમાં વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા છે. જેણે હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળઓની વચ્ચે હિંસક ઝડપ પણ થઈ ચૂકી છે.

40થી વધુ લોકોના મોત થયા

માનવાધિકાર સંસ્થાનું કહેવું છે કે, પ્રદર્શન દરમિયાન મારવામાં આવેલ લોકોની સંખ્યા વધુ છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 40થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને એક હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુડાની પ્રોફેશનલ એસોસિયેશનના પ્રદર્શનનો હિસ્સો તબીબોની એક સમિતિએ ગુરુવારે એક નિવેદન આપ્યું હતું કે, એક બાળક અને એક તબીબનું મોત થયું છે.

(5:34 pm IST)