Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આવી રીતે મેળવો લાંબી પાંપણ

તમારા ચહેરાનો સૌથી સુંદરભાગ હોય છે આંખો અને આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે ઘાટી અને લાંબી પાંપણ. સુંદર પાંપણ બધાને સરળતાથી આકર્ષિત કરે છે.

 ઓલીવ ઓઈલ લગાવવાથી પાંપણ ઘાટી બને છે અને ઝડપથી વધે છે. સુંદર અને ઘાટી પાંપણ માટે આ સૌથી સારો નુસ્ખો છે.

 દરરોજ ત્રણ વાર પાંપણ ઉપરની તરફ નાનુ બ્રશ ફેરવો. તેનાથી તેમાં રકતનો સંચાર ખૂબ જ સારી રીતે થશે  અને તેમાં રહેલા ગંદકી પણ નીકળી જશે.

 પેટ્રોલીયમ જેલી જેવા વેસેલીનને પણ તમારી પાંપણ પર લગાવવાથી તે ખૂબ જ ઝડપથી વધવા લાગશે. આ ઘરેલુ ઉપાયની મદદથી તમારી પાંપણ જાડી અને મજબૂત પણ થઈ જશે.

 તમારે દર ત્રણ મહિને પાંપણને ટ્રીમ કરવી જોઈએ. પરંતુ, તેના માત્ર એક નાનકડા ભાગને જ ટ્રીમ કરવું. પાંપણને ટ્રીમ કરવાથી તે ખૂબ જ ઝડપથી વધવા લાગશે.

 જૈતુનનું તેલ પાંપણ વિકસીત કરવા માટેનો લાંબા સમયથી ચાલી આવતો ઉપાય છે. સૂતા પહેલા તમારી પાંપણ આસપાસ એક રૂની મદદથી જૈતુનનું તેલ લગાવો. આખી રાત જૈતુનના તેલમાં રહેલા જરૂરી વિટામીન પાંપણ સંપૂર્ણ રીતે સમાઈ જશે.

 

(9:34 am IST)
  • શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો : ૫ ઘાયલ : લાલ ચોકમાં પોલીસદળ ઉપર ગ્રેનેડથી હુમલો : આતંકવાદીઓએ રાજબાગમાં ઝીરો બ્રીજ પાસેથી નીકળતા પોલીસ જવાનો પર હુમલો કર્યો access_time 3:14 pm IST

  • ઉપલેટામાં લલીતભાઈ વસોયા વિરૂદ્ધ પોસ્ટરો : પાણીદાર નેતા પાણી પ્રશ્ને દેખાવ કરીશ...હું કદાવર નેતા વગેરે લખાણવાળા પોસ્ટરોઃ ભાદર બચાવો સાર્થક કરતા પહેલા ખનીજ ચોરી અટકાવવા લોકોમાં ચર્ચા access_time 4:07 pm IST

  • દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર સવારે ગાઢ ધુમ્મસની ચાદરઃ વિઝીબીલીટી ઝીરો તાપમાનઃ ફલાઈટ મોડીઃ ૧૦II વાગ્યા પછી સ્થિતિમાં સુધારો access_time 3:15 pm IST