Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જાણો બીટના ફાયદા અને ઔષધીય ગુણો

અનેક ગુણોથી ભરપૂર બીટ શરીર માટે વરદાન સમાન છે. બીટનો રસ પીવાથી રકતમાં હીમોગ્લીબીનની માત્રા  વધી જાય છે. બીટમાં સારી માત્રામાં વિટામીન અને ખનિજ હોય છે. જે રકત શુધ્ધીકરણમાં મદદરૂપ થાય છે. તેમાં રહેલ એન્ટી-ઓકિસડેન્ટ તત્વ શરીરને રોગોથી લડવામાં ક્ષમતા પ્રદાન કરે છે. તે પ્રાકૃતિક શકૃરાનો સ્ત્રોત હોય છે. તેમાં આયર્ન, સોડીયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય મહાત્વપૂર્ણ વિટામીન હોય છે.

બીટ ખાવાથી પગનો દુઃખાવો દૂર થાય છે. તે લીવરને શકિત આપે છે. મગજ માટે પણ સારૂ છે. બીટનો હલવો બનાવીને અથવા કાચુ પણ ખાઈ શકાય છે.

ત્વચાની રંગત સુધારવામાં બીટનો જૂસ ફાયદાકારક છે. એમાં રહેલા ખનિજ તત્વો અને વિટામિનસને કારણે બીટ અથવા તો એનો જૂસ ત્વભાને સ્વચ્છ, સંુવાળી બનાવે છે અને ઈલેસ્ટિસિટી સુધારે છે.

 

(9:33 am IST)