Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સતત પાંચમા વર્ષે પણ અફઘાનિસ્તાનમાં અફીણની ખેતીમાં થયો વધારો

નવી દિલ્હી: જેનો ડર હતો એ જ થયું. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશમાં અફીણના ઉત્પાદનમાં વિક્રમી વધારો થયો છે. યુએનના રિપોર્ટ મુજબ ત્યાં સતત પાંચમા વર્ષે અફીણનું ઉત્પાદન 6 હજાર ટનનો આંકડો પાર કરી ગયું. આ વર્ષે 8 ટકા વૃદ્ધિ સાથે 6,800 ટન અફીણનું ઉત્પાદન થયું છે.

ઓગસ્ટમાં દેશ પર કબજો કરનારા તાલિબાને સપ્ટેમ્બરમાં જ અફીણના ભાવ વધારી દીધા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે 2022માં અફીણનો પાક ચાલુ મહિને ખેડૂતો દ્વારા લેવાનારા નિર્ણયો પર આધારિત હશે. અફઘાનિસ્તાનને આ વર્ષે અફીણથી 13 હજાર કરોડથી 20 હજાર કરોડ રૂ.ની આવક થઇ. અફીણમાંથી હેરોઇન, મેથામફેટામાઇન, મોર્ફિન અને કોકેન સહિત ઘણાં નશીલા પદાર્થો અને દવાઓ બને છે.

 

 

(5:45 pm IST)