Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રશિયાએ અંતરિક્ષમાં જઈને ઉપગ્રહોને તોડી પાડવાની ક્ષમતા ધરાવતું એન્ટી સેટેલાઇટ મિસાઈલનું કર્યું પરીક્ષણ

નવી દિલ્હી  : રશિયાએ અંતરિક્ષમાં જઈને ઉપગ્રહને તોડી પાડવાની ક્ષમતા ધરાવતી એન્ટિ સેટેલાઈટ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ ટેસ્ટ દરમિયાન રશિયાએ પોતાનો એક જૂનો જાસૂસી ઉપગ્રહ કોસમોસ-1408 આ મિસાઈલથી તોડી પાડ્યો. બાદમાં તેનો કાટમાળ અંતરિક્ષમાં ચક્કર કાપી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નજીકથી પસાર થયો. આ કારણસર ત્યાં કામ કરી રહેલા અમેરિકાના ચાર, જર્મનીના એક અને રશિયાના બે અંતરિક્ષ યાત્રીએ જીવ બચાવવા માટે યાન એટલે કે સોયુઝ કેપ્સ્યૂલમાં જતા રહેવું પડ્યું. આ એક ઈમર્જન્સી વ્યવસ્થા છે, જેમાં અંતરિક્ષયાત્રી કોઈ ખતરો દેખાતા એ પ્રકારના યાનમાં જતા રહે છે. આ યાનમાંથી તેમને પૃથ્વી પર પરત લાવી શકાય છે. જોકે, હજુ સુધી એ જાણકારી સામે નથી આવી કે, આ મિસાઈલનું પરીક્ષણ રશિયાએ ક્યારે કર્યું હતું. આ પરીક્ષણની કોઈ માહિતી તેણે સાથી દેશોને આપી નથી. આ ઘટનાક્રમને નજીકથી જોઈ રહેલા નિષ્ણાતોના મતે આશરે દર 90 મિનિટે રશિયન ઉપગ્રહનો કાટમાળ સ્પેસ સ્ટેશન નજીકથી પસાર થતો હતો. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

(5:43 pm IST)