Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અમેરિકાની ધમકીની તુર્કી કોઇ અસર નહીં: રશિયાથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી કરવાથી તે પાછળ નહીં હટે

તુકી : તુર્કીએ કહ્યું છે કે અમેરિકાનાં પ્રતિબંધો લગાવવાની ધમકી છતા રશિયાથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી કરવાથી તે પાછળ નહીં હટે. તુર્કીનાં રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆનનાં પ્રવક્તા ઇબ્રાહિમ કાલિને સરકારી પ્રસારક ટીઆરટી હાબરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'પોતાના પગ પાછળ લેવાનો પ્રશ્ન નથી. તુર્કી એસ-400ને સક્રિય કરશે.'

અમેરિકાએ ગત મહિને કહ્યું હતુ કે, 'જો તુર્કીએ એસ-400 સિસ્ટમ સક્રિય ના કરી તો તેને 2017નાં કાયદા અંતર્ગત પ્રતિબંધોથી મુક્ત કરી દેવામાં આવશે.' તુર્કીનો રશિયા સાથે કરાર અને જુલાઈમાં આ સિસ્ટમનો પુરવઠો નાટો સહયોગીઓ તુર્કી અને અમેરિકાની વચ્ચે તણાવનું એક પ્રમુખ કારણ છે.

સીએએટીએસએ નામનો અમેરિકી કાયદો રશિયાથી હથિયારોની ખરીદી કરવા પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર આપે છે. આ ખરીદીનાં પરિણામ સ્વરૂપ તુર્કીને એફ-35 યુદ્ધ વિમાન કાર્યક્રમથી પણ હટાવી દેવામાં આવ્યું હતુ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બુધવારનાં થયેલી એર્દોઆનની વાતચીતનાં એજન્ડામાં આ પણ સામેલ હતુ.

એસ-400 લાંબા અંતરની અત્યાધુનિક વાયુ રક્ષા મિસાઇલ સિસ્ટમ છે જે 2007થી રશિયામાં સેવામાં છે. એસ-400 કિલોમીટરનાં અંતર અને 30 કિલોમીટરની ઊંચાઈ સુધી લક્ષ્‍ય પર નિશાન સાધી શકે છે. અધિકારીએ કહ્યું કે, 'કરારની શરતો બધાને ખબર છે, 2023 સુધી દરેક સ્થિતિમાં આ સિસ્ટમ તુર્કીને આપવામાં આવશે.'

(11:39 am IST)
  • દેશમાં વસ્તી કાબુમાં લેવા અંગે કાનૂન બનશે કે તરત રાજકારણમાંથી હું રીટાયર થઇ જઈશ : ગિરિરાજસિંહ access_time 10:43 pm IST

  • ર૧ શહેરોનું રેન્કીંગ જાહેરઃ મુંબઇનું પાણી સૌથી શુધ્ધઃ દિલ્હીનું સૌથી ખરાબઃ સ્વચ્છ પાણીમાં અમદાવાદ બીજા ક્રમેઃ ત્રીજા ક્રમે ભુવનેશ્વરઃ પાણીની ગુણવતાની તપાસ ૧૦ માપદંડ પર થઇ હતી. access_time 3:22 pm IST

  • ભારતીય જનતા પક્ષે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા 13 ધારાસભ્યોને ટિકિટ આપી છે access_time 10:45 pm IST