Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સોયાબીનનું ઉત્પાદન વધીને 110 લાખ ટન થવાની ધારણા

વાવેતર વિસ્તાર વધવા ઉપરાંત અનુકૂળ હવામાનને કારણે ઉપજ વધશે

રાજકોટ તા; 19 દેશમાં સોયાબીનનું ઉત્પાદન ૧૦૫-૧૧૦ લાખ ટનની થવાની ધારણા છે.પાછલા ત્રણ સીઝન દરમિયાન સરેરાશ ઉત્પાદન ૯૫ લાખ ટનથી ૧૦૦ લાખ ટનની રેન્જમાં જોવા મળ્યું છે. જ્યારે અગાઉની સિઝન દરમિયાન ઉત્પાદન આશરે ૮૩ લાખ ટન જેટલું થયું હતું.ચાલું સિઝન દરમિયાન સોલવેન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોશિએશન ઓફ ઇન્ડિયા(એસઇએ)ના અંદાજ અનુસાર ઉત્પાદન ૧૦૫ લાખ ટનથી ૧૧૦ લાખ ટનની સપાટીએ પહોંચશે

 સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(સોપા) મુજબ સોયાબીનના વાવેતર વિસ્તારમાં વધારો થયો હોવાથી પાક ૧૧૦-૧૧૫ લાખ ટન સુધી પહોંચવાની ધારણા છે. વર્ષ ૨૦૧૮-૧૯ સીઝનમાં સોયાબીનના પાકના પ્રથમ સર્વેક્ષણમાં સોપાએ ૧૦૮.૪૦ લાખ હેકટરમાં સોયાબીનના વાવેતરનો અંદાજ મૂક્યો છે પાછલા વર્ષની સરખામણીએ આ વિસ્તારમાં ૬.૮૩ લાખ હેકટર એટલે કે ૬.૭ ટકાનો વધારો દર્શાવે છે.

(3:52 pm IST)
  • પંચમહાલ :ગોધરા તાલુકાના ઓરવાડા ગામમાં બન્યો લૂંટનો બનાવ :ઓરવાડા ગામનો વેપારી લૂંટાયો :ઓરવાડા ગામના જથ્થાબંધ કરિયાણાના વેપારીને પાંચ અજાણ્યા ઈસમોએ લૂંટયો :વેપારી દુકાન બંધ કરી જતા હતા તે સમયે દુકાનની બહાર કારમાં બેસતાની સાથે જ લૂંટારો ત્રાટકયા: કારમાં મુકેલી 1 લાખ ઉપરાંતની રોકડ લૂંટી લૂંટારા ફરાર :લૂંટારુઓએ એરગન બતાવી ચલાવી લૂંટ:હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 10:38 pm IST

  • ગોંડલમાં જીએસટીની ટીમો ત્રાટકી:શહેરના નવા માર્કેટ યાર્ડ,જેતપુર રોડ ત્રણખૂણીયા સહિતના વિસ્તારમાં અધિકારીઓએ જીએસટીની તપાસ હાથ ધરી:શહેરના વિવિધ વિસ્તારોમાં જીએસટીની તપાસને લઈને વેપારીઓમાં ફફડાટ access_time 4:31 pm IST

  • વેરાવળ બંદર પર એક નમ્બર નું સિગ્નલ લગાવાયું:ગાજા તુફાન ની દહેશત ના પગલે સિગ્નલ : દરિયામાં 60 થી 70 બિટીકલ માઈલ દૂર ફૂંકાઈ શકે છે પવન : તકેદારી ના ભાગે સિગ્નલ લાગ આવ્યું access_time 4:34 pm IST