Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઓક્ટોબરમાં સોનાની આયાતમાં 43 ટકાનું મોટું ગાબડું :હીરા- ઝવેરાતની નિકાસ વધી

રૂપિયામાં ઘસારો થતા આયાત મોંઘી:ઓઇલના ભાવ ઉછળતા બેવડો ફટકો

નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં સોનાની આયાત 43 ટકા ઘટીને 1.68 અબજ ડોલર થઈ છે રૂપિયામાં થયેલો ઘટાડો અને ઘટેલી માંગને કારણે આયાત ઘટી હોવાનું મનાય છે

 વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ સોનાની આયાત ગયા વર્ષના ઓક્ટોબરમા 2.95 અબજ ડોલર હતી.જોકે સોનાની આયાત ઘટવા છતાં ઓક્ટોબરમાં ચાલુ ખાતાની ખાધ વધીને 17.13 અબજ ડોલર પહોંચી છે જે ગયા વર્ષ ઓક્ટોબરમાં 14.61 અબજ ડોલર હતી.

 આયાતની સામે ઝવેરાત ઉદ્યોગની નિકાસ વધી હતી. હીરા અને ઝવેરાતની નિકાસ 5.5 ટકા ટકા વધીને 34.9 અબજ ડોલર થઈ હતી ચાંદીની આયાત ઓક્ટોબરમાં 51.7 ટકા વધીને 52.62 કરોડ ડોલર થઈ હતી.

(3:51 pm IST)
  • ગોંડલમાં GSTની ટીમો ત્રાટકી : શહેરના નવા માર્કેટ યાર્ડ, જેતપુર રોડ ત્રણખૂણીયા સહિતના વિસ્તારોમાં અધિકારીઓએ જીએસટીની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે : જીએસટીની તપાસને લઈને વેપારીઓમાં ફફડાટ access_time 8:53 pm IST

  • અમદાવાદ-હિંમતનગર હાઇવે પર સાબરડેરી પાસે ટ્રકમા લાગી આગ: કેમિકલ ભરેલી ટ્રકમા આગ લાગતા ટ્રક આગમાં લપેટાયો. access_time 10:01 pm IST

  • તેલંગાણાની ચુંટણી માટે કોંગ્રેસે ત્રીજુ લીસ્‍ટ જાહેર કર્યું: ૧૩ ઉમેદવારોની જાહેરાતઃ ૭ ડીસેમ્‍બરે મતદાન access_time 1:12 pm IST