Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ટીવી સ્ટાર એકટ્રેસ સોફિયા વરગારા ૩૦૦ કરોડની કમાણી સાથે નંબર વન પર યથાવત રહી

કોલંબિયા,તા.૧૭ સાઉથ અમેરિકાના કોલંબિયાની ટીવી સ્ટાર એક્ટ્રેસ સોફિયા વરગારા આ વર્ષે પણ સૌથી વધુ રૂપિયાની કમાણી કરતી એક્ટ્રેસના લિસ્ટમાં ટૉપ પર છે. સોફિયા વરગારા આ વખતે વાર્ષિક ઇન્કમમાં ૪૨.૫ મિલિયન એટલે કે વર્ષની ૩૦૦ કરોડની કમાણી સાથે નંબર વનની પૉઝિશન પર યથાવત રહી છે.

ફેમસ મેગેઝિન ફોર્બ્સે દરવર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસીસનુ લિસ્ટ બહાર પાડ્યુ હતુ, જેમાં સોફિયા વરગારા ફરી એકવાર ટૉપ પર ચમકી છે. સોફિયા વરગારા સાઉથ અમેરિકાના કોલંબિયાની વતની છે અને તે અમેરિકાના કૉમેડી શૉ *સ્ર્ઙ્ઘીહિ હ્લટ્ઠદ્બૈઙ્મઅ*માં કામ કરી રહી છે.

સોફિયા વરગારા નાની સ્ક્રીન પર સૌથી વધુ કમાણી કરવામાં સતત સાતમા વર્ષે ટૉપ પર આવી છે. અમેરિકાના ફેમસ કૉમેડી શૉ મૉડર્ન ફેમિલીમાં છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે.

સોફિયા વરગારા કૉમેડી શૉમાં તે ગ્લૉરિયા દેલગાડો પ્રિચેટનો રૉલ નિભાવીને લોકોને હસાવી રહી છે. આમાં તે સૌથી વધુ કમાણી કરી રહી છે.

(3:16 pm IST)