Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આ બાળકીને હસાવવા માટે દુનિયાભરના લોકો લીંબુ ચૂસતા થઇ ગયા

સીડની તા. ૧૭: ઓસ્ટ્રેલિયામાં આજકાલ લોકો લેમનફેસચેલેન્જ ઉઠાવીને પોતાની લીંબુ ચૂસતી તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકવા લાગ્યા છે. આ ચેલેન્જમાં લીંબુની ચીરી સૂવાની અને સાથે હસવાનું. ખટાશને કારણે તમારા ચહેરા પર જે વિચિત્ર ભાવો થાય એનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરવાનો. આ સોશ્યલ ટ્રેન્ડ પાંચ વર્ષની એક બાળકી માટે શરૂ થયો છે અને એનું કારણ બહુ જ ઇમાશનલ કરે એવું છે. વાત એમ છે કે ઓસ્ટ્રેલિયાના કેનબરામાં રહેતા કેથી અને એડમ નામના યુગલની પાંચ વર્ષની દીકીર એનાબેલ પોટ્સ છેલ્લાં બે વર્ષથી જીવલેણ બ્રેઇન-ટયુમરથી પીડાઇ રહી છે. ડીફયુઝ ઇન્ટ્રિન્સિક પોન્ટિન ગ્લિઓમા નામનું બાળકોમાં જોવા મળતું ગંભીર કેન્સર તેને છે અને એમાં દરદી વધુમાં વધુ નવ મહિના જ જીવી શકે છે. જોકે તેના પેરન્ટ્સે તેની સારવારમાં કોઇ કસર ન રાખી. લાખો રૂપિયાનો ખર્ચ કરીને દસ કીમોથેરપીના રાઉન્ડ આપ્યા પછી એનાબેલની ગાંઠ ગાયબ થઇ ગયેલી. જોકે તાજેતરમાં ફરીથી તેને એ જ કેન્સરનો ઊથલો માર્યો. આ વખતે તેના માટે કીમોથેરપી પણ વધુ પીડાદાયક બની રહી છે. તેના મગજમાંથી ફલુઇડ વહી રહ્યું હોવાથી તેને શ્વાસ લેવામાં, બોલવામાં અને ચહેરાને હલાવવામાં પણ મુશ્કેલી પડે છે. જોકે આ કપરા સમયમાં તેના દોસ્તોએ એનાબેલને હસાવવા માટે લીંબુ ચૂસતાં-ચૂસતાં હસવાનું અને મોં પર જાતજાતના ભાવો લાવવાનું શરૂ કર્યું છે. ખટાશને કારણે હસતી વખતે મોં પર આવતા અજીબ હાવભાવથી એનાબેલ અતિશય પીડામાં પણ સ્માઇલ આપે છે. એને કારણે તેની મમ્મી કેથીએ સોશ્યલ મીડિયામાં લેમનફેસ ચેલેન્જ માટે લોકોને ઇન્વાઇટ કરવા શરૂ કર્યા છે અને નવાઇની વાત એ છે કે એનાબેલને હસાવવા માટે લોકો અજીબો ગરીબ મોં બનાવતા વિડિયો અપલોડ કરી રહ્યા છે.

(3:02 pm IST)
  • ભાજપના ધુરંધર નેતા પુરૂષોતમ રૂપાલાનું વિવાદાસ્પદ નિવેદન : આંતરીક વિખવાદથી અમરેલીમાં ભાજપની હાર : અમરેલીમાં યોજાયેલ ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં પુરૂષોતમ રૂપાલાએ કાર્યકરોનો ઉધળો લીધો : અમરેલીની પાંચ બેઠકો પર ભાજપની આંતરીક વિખવાદથી થયાનું જણાવ્યુ : માત્ર કામ કરવાથી મત નહિં મળતા હોવાનું અને ૧૯૯૫માં તથા ૨૦૦૧માં પાકવિમો અપાવ્યો છતાં મત નહિં મળ્યાની સ્ફોટક કબૂલાત રૂપાલાએ કરી access_time 5:43 pm IST

  • જેતપુર:વીરપુર એસટી ડેપો સામે નેશનલ હાઈવે પરની ઘટના : એસટી બસની સાઈડ કાપવા જતો ટોરસ ટ્રક પીજીવીસીએલના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયો :ચાલું વીજપ્રવાહ સાથેના ઈલેક્ટ્રીક પોલના તાર એસટી બસ અને ટોરસ ટ્રકને અડી જતાં બસના પેસેન્જરો અને ટ્રક ડાઈવરમાં નાશભાગ : નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનતા મોટી જાનહાની ટળી: અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો : વીરપુર પોલીસે અને પીજીવીસીએલના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો access_time 4:34 pm IST

  • દ્વારકા :પોરબંદર રોડ પર સલાયા જૂનાગઢ રુટની એસ ટી બસ પલટી મારી ૩૫ જેટલા લોકો ઈજાગ્રસ્ત:ઇજાગ્રસ્તો ખંભાળીયા હોસ્પિટલ લઈ જવાયા access_time 12:00 pm IST