Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

અમેરિકામાં હિમવર્ષાને કારણે બરફની ચાદર પથરાઈ

નવી દિલ્હી:- અમેરિકાના ઘણા શહેરોમાં ભારે હિમવર્ષાને પગલે ઠરે - ઠેર બરફની ચાદરો પથરાઇ ગઇ છે . ન્યૂજર્સી , અલ્બામા અને ન્યીૂયોર્ક સિટીમાં તેની વધારે અસર છે . માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે . માસ પાર્કિગમાં પડેલી કારો પર બરફે ચાદર પાથરી છે . જોકે આ સિઝનમાં અમેરિકનો બરફની મજા માણતા હોય છે . ન્યુજર્સી સ્ટેટમાં બાળકો ઘરની બહાર સ્નો મેન બનાવી આનંદ માણતા દેખાયા હતા . આ સાથે જ નાના બાળકો સ્નો સાથે રમકડાંની માફક મસ્તી કરતાં અને આનંદ માણતા નજરે પડે છે . 

 

(2:28 pm IST)