Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

42 વર્ષીય આ મહિલાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી: દરેક વ્યક્તિ જોઈને ખાઈ જશે થાપ

નવી દિલ્હી:૪૨ વર્ષીય એક મહિલાએ હાલમાં સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આ મહિલાની ફોટો ઘણી વાયરલ થઇ રહી છે. મહિલાને જોઇને તમે તેની ઉંમર આંકવામાં ચોક્કસથી થાપ ખાઈ જશો. આ મહિલા તાઇવાનની છે.

લ્યુર હૂ નામની આ મહિલા ઇન્ટીરીયર ડીઝાઇનર છે. ગયા વર્ષે જ તેમણે પોતાનો ૪૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તેને જોઇને તમને એવું જ લાગશે કે તે કોઈ જુવાન છોકરી છે.

આ મહિલાને જોઇને દરેક જણ તેની સુંદર ત્વચા પાછળનું રહસ્ય જાણવા માંગે છે. લ્યુરે પોતાની સુંદર ત્વચા પાછળનું રહસ્ય જણાવ્યું હતું તેણે કહ્યું હતું કે તે દિવસભર પુષ્કળ પ્રમાણમાં પાણી પીવે છે અને વધારે તડકામાં નથી નીકળતી.

વધુમાં તેણે કહ્યું હતું કે સૂર્યના હાનીકારક કિરણોથી પોતાને બચાવીને તમે હેલ્ધી સ્કીન રાખી શકો છો.

 

(2:26 pm IST)