Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

અનેક લોકોના પગ દર્દનું કારણ સંધિવા

બદલાતી જીવનશૈલી, વધતો વજન અને જંક ફૂડ આ રોગનું મુખ્ય કારણ

અર્થરાઈટીસને સંધિવા અથવા પગ દર્દના નામથી પણ ઓળખવામાં આવે છે. બદલાતી જીવનશૈલી, વધતો વજન અને જંક ફૂડ આ રોગનું મુખ્ય કારણ છે. આજના આ યુગમાં માત્ર વૃધ્ધો જ નહિં યુવા વર્ગ પણ આ રોગથી પીડાય છે. સંધિવાની સૌથી વધુ અસર ગોંઠણ અને હિપ્સ પર થાય છે.

સંધિવાના દર્દીઓને હાથ, ખંભા અથવા ગોઠણમાં દુઃખાવો અને સોજો રહે છે. તેને હાથ-પગ ચલાવવામાં પણ તકલીફ રહે છે. સંધિવાનો દુઃખાવો અસહ્ય હોય છે. વ્યકિત યોગ્ય રીતે હરીફરી પણ શકતો નથી અને ગોંઠણ પણ યોગ્ય રીતે વાળી શકતા નથી. તો જાણો સંધિવામાં આરામ મેળવવા માટેના દેશી નુસ્ખા.

મોટાપો કરો દૂર : વધારે વજનવાળા લોકોમાં સંધિવાની સમસ્યા સૌથી વધારે હોય છે. સંધિવાથી બચવા માટે વજન નિયંત્રીત કરવુ ખૂબ જ જરૂરી છે. મોટાપો દૂર કરવો જ તેનાથી બચવા માટેનો સરળ ઉપાય છે.

કબજીયાત : સંધિવાના દર્દીઓને કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. કબજિયાતથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. તેથી સંધિવાના દર્દીને પેટ સાફ રાખવા માટે અનેક ઉપચાર કરાવમાં આવે છે.

કાર્યશીલ રહેવુ : સંધિવાના દર્દીને વધારે સમય સુધી બેસી ન રહેવુ જોઈએ અને ન તો વધારે મહેનત કરવી જોઈએ. વધારે સમય બેસી રહેવાથી સાંધા અકડાય જાય છે અને વધારે મહેનત કરવાથી સાંધામાં દુઃખાવો થાય છે.

વ્યાયામ કરવુ : સંધિવાના દર્દીઓએ વ્યાયામ અવશ્ય કરવુ જોઈએ. જો કસરત કરવામાં મુશ્કેલી થતી હોય, તો ઘરની છત કે બગીચામાં ખુલ્લી હવામાં ચાલવું. સ્વિમીંગ પણ સંધિવાના દર્દીઓ માટે એક સારી એવી કસરત છે.

સ્ટીમ બાથ : સંધિવાના દર્દીઓ માટે માલીશ અને સ્ટીમ બાથ ખૂબ જ ફાયદાકારક હોય છે. લસણના રસમાં કપૂર મિકસ કરો અને આ મિશ્રણથી પગનું માલીશ કરો. તેનાથી સંધિવાના દર્દમાં આરામ મળશે. જૈતુનનું તેલ પણ સંધિવા દુઃખાવાને ઓછો કરે છે.

(12:20 pm IST)