Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કાકડીની છાલ દ્વારા મેળવો સૌંદર્ય સમસ્યાઓનું સમાધાન

ચહેરાને સુંદર બનાવવા માટે લોકો કેટલાય ઉપાય કરતા હોય છે. ત્યારે ઘરમાં રાખેલી વસ્તુઓનો ઉપયોગ પણ ચહેરાને સુંદર બનાવવા માટે કરી લેતા હોય છે. ત્યારે કાકડી પણ ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. કાકડીનો ઉપયોગ મોટા ભાગે સલાડમાં કરવામાં આવે છે. પરંતુ, તે સુંદરતા નિખારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કાકડી જ નહિં કાકડીની છાલ પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ભરપુર માત્રામાં પોટેશ્યિમ, મેગ્નેશ્યિમ અને ફાઇબર હોય છે. જે ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

. જો ચહેરા પરની કરચલીની સમસ્યાથી હેરાન છો, તો કાકડીની છાલને પીસી તેમાં થોડો લીંબુનો રસ મિકસ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવી અડધો કલાક રાખો. ત્યારબાદ તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.

. ચહેરા પર રહેલ કાળા ડાઘ ધબ્બાને દૂર કરવા માટે કાકડીની છાલની પેસ્ટમાં ગુલાબજળ અને થોડુ મધ મિકસ કરી તમારા ચહેરા પર લગાવો. ૧૫ મિનીટ બાદ ચહેરાને થોડા ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે અને નિખાર આવશે.

. જો તમને ખીલની સમસ્યા છે, તો મુલ્તાની માટીમાં કાકડીની છાલની પેસ્ટ અને લીંબુનો રસ મિકસ કરી તમારા ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઈ જાય, તો તેને સાફ પાણીથી ધોઈ લો. દરરોજ એવુ કરવાથી તમારી ખીલની સમસ્યા દૂર થઈ જશે.

(12:19 pm IST)