Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

એકવાર ઉપયોગમાં લીધેલ તેલમાંથી બીજીવાર ન બનાવવુ ભોજન

તમે જોયુ હશે કે ઘરમાં જ્યારે પણ પકોડા અથવા પૂરી તળવામાં આવે છે, તો મોટા ભાગના લોકો કળાઈમાં વધેલા દાઝીયા તેલનો બીજીવાર ઉપયોગ કરે છે. કેટલાક લોકો તેમાં શાક બનાવે છે, તો કેટલાક લોકો તેલને ડબ્બામાં ભરી બીજીવાર તળવા માટે રાખી દે છે. પરંતુ, એ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે એ તેલનો બીજીવાર ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકશાન થઈ શકે છે.

એકવાર ઉપયોગમાં લીધેલ તેલનો બીજીવાર ખોરાક બનાવવામાં ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. કારણ કે વારંવાર તેલને ગરમ કરવાથી તેમાં ધીમે-ધીમે ફ્રી રેડિકલ્સનું નિમાર્ણ થવા લાગે છે. જેના કારણે તેલમાં એન્ટી-ઓકિસડેન્ટની માત્રા સમાપ્ત થવા લાગે છે અને કેન્સરના કીટાણુ જન્મ લે છે. ત્યારે તેનો ખાવામાં ઉપયોગ કરવાથી શરીરમાં ખોરાકની સાથે કેન્સરના કીટાણુ પણ સ્વાસ્થ્યને અસર કરે છે. જે શરીરને નુકશાન પહોંચાડી શકે છે.

એકવાર ઉપયોગમાં લીધેલ તેલમાંથી બનાવેલ ખોરાક ખાવાથી શરીરમાં કેટલીય બીમારીઓ ઘર કરી જાય છે. તેના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. એટલુ જ નહિં લોકોને એસિડીટી અને હૃદય સંબંધી બિમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે.

(12:19 pm IST)