Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કોરોના મહામારી બાદ પ્રથમવાર મહેલની બહાર સામે આવ્યા ઇંગ્લેંડના મહારાણી

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના મહારાણીએ કોરોના વાયરસની મહામારી શરુ થઈ એ પછી પહેલીવાર મહેલ બહાર જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડયુક ઓફ કેમ્બ્રીજ સાથે તેમણે સેલીસબરી નજીક પોર્ટન ડાઉન ખાતેની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજીની મુલાકાત લીધી હતી. કોવિડ 19ના કારણે તે બકિંગહામ પેલેસ છોડી માર્ચમાં વિન્ડસરમાં રહેવા ગયા હતા. તેમણે લેબોરેટરી ખાતે નવનિર્મિત એનરજટિકસ એનાલીસીસ સેન્ટરનું ઉદઘાટન કર્યુ હતું. જો કે કિવન અને પ્રિન્સ વિલિયમ બન્નેએ માસ્ક પહેર્યો નહોતો. અલબત રાજવી દંપતિને મળનાર દરેકનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. મીડીયાને તેમની નજીક જવા દેવાયા નહોતા.

(5:53 pm IST)