Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પાકિસ્તાનમાં જુદા જુદા બે આતંકવાદી હુમલામાં 14 જવાન સહીત 21ના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓ દ્વારા થયેલા બે હુમલામાં પાકિસ્તાન સૈન્યના અનેક જવાનો સહિત 21 લોકોના મોત નિપજ્યા છે. એક હુમલો પાકિસ્તાનના કબજા વાળા બલુચિસ્તાનમાં થયો હતો, ઉગ્રવાદીઓએ પાકિસ્તાની ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપનીના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓને નિશાન બનાવી કોન્વોય પર હુમલો કરી દીધઓ હતો. જ્યારે બીજો હુમલો વજિરિસ્તાનમાં થયો હતો. આ બન્ને હુમલામાં મળીને કુલ 21 લોકો માર્યા ગયા છે.

           આ હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ દ્વારા લેવામાં આવી હતી, જ્યારે અન્ય એક ઉગ્રવાદી સંગઠને પણ બાદમાં જવાબદારી લીધી હતી. 1970માં બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટની સૃથાપના થઇ હતી, જેનો મુખ્ય ટાર્ગેટ પાકિસ્તાની સૈન્ય રહ્યું છે. મોટા ભાગે આ સંગઠન પ્રશાસન સામે અવાજ ઉઠાવતું આવ્યું છે અને તેમાં મિરી અને બુગતી નામના લોકો સામેલ છે.

(5:52 pm IST)