Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

60 કરોડ વર્ષ પહેલા વૈશ્વિક હિમયુગે બદલી લીધી હતી પૃથ્વીની તસ્વીર: સંશોધન

નવી દિલ્હી: જીવનની ઉત્તપત્તિ પર મહત્વપૂર્ણ પ્રભાવ પાડનાર એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 60 કરોડ વર્ષ પહેલા વૈશ્વિક હિમયુગે ધરતીના સ્વરૂપને આસ્ચ્ર્યજનક રૂપથી બદલી દીધું હતું એક પ્રકાશિત થયેલ શોધ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પૃથ્વીના હિમાચ્છદિત થવાથી લાખો વર્ષોના અંતરાલમાં વિશેષ કાર્બનયુક્ત અવસાદી શૈલોના નિર્માણ કરવામાં આવ્યા છે.

                 અનુસંધાનકર્તાઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે આજે ઉષ્ણકટીબંધી સમુદ્રોમાં ચૂનો અને પથ્થર મળી આવે છે તેવી જ રીતે ધરતીમાંથી નીકળતી માટી અને રેતીથી સમુદ્રોમાં અવસાદી શૈલ બની ગયા છે. 10 હજાર વર્ષથી પણ ઓછા સમયના અંતરમાં આ વિશેષ કાર્બનયુક્ત ચટ્ટાન જમા થઇ ગયા છે જે પૃથ્વી પર ફેલાયેલ બરફતની ચાદરને ઓગાળવામાં સમુદ્રનું સ્તર વધી જાય છે.

(6:22 pm IST)