Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ફિલીપીંસમાં ભૂકંપના જટકાના કારણે મ્રુતકઆંક વધીને 5એ પહોંચ્યો

નવી દિલ્હી: ફિલીપીંસમાં મૈગસેસથી પાંચ કિલોમીટર પશ્ચિમથી બુધવારના રોજ આવેલ ભૂકંપના ઝટકામાં મૃતક લોકોની સંખ્યા વધીને 5એ પહોંચી ગઈ છે. તુલુનના શહેરના મેયર રૂંએલ લીમ્બુન્ગને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દાતુ પગલાસ વિસ્તારમાં એક મકાન ધરાશયી થવાના કારણે એક સાત વર્ષીય બાળકીનું પણ મૃત્યુ થયું છે.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નજીકના એમલંગ શહેરના મેયર વધુમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં ભૂકંપના જટકાના કારણે એક વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો હતો તેમજ અન્ય 4 લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે હજુ પણ મ્રુતકઆંક વધતો હોવાની આશંકા જણાઈ રહી છે.

(6:20 pm IST)