Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સ્વીડનમાં રાસ ગરબાની રમઝટ

સ્વીડનના યોનશોપીંગ સીટીમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાતીઓએ નવરાત્રીમાં જુદા જુદા ગુજરાતી રાસની રમઝટ બોલાવી હતી. માંગરોળના સત્સંગી સેવક પત્રકાર અને મંત્રી મનસુખભાઇ એમ.પરમારના સુપુત્ર અતુલકુમાર પરમાર (સિવિલ એન્જીનિયર) વર્ષોથી સહપરિવાર સ્વીડનના યોનશોપીંગ શહેરમાં રહે છે. તેઓ શ્રી ત્યાં સમગ્ર ગુજરાતીઓનું એક મંડળ ચલાવે છે. આ વર્ષની નવરાત્રીમાં તેમના મિત્રો વાલમ પ્રેમજી મેપાણી, તેના વીશ કુટુંબોના મંડળના તમામ સભ્યોએ નવેનવ દિવસમા આદ્યશકિતના ગરબા ગાઇ રાસ રમી સૌને ભાવવિભોર કરી દીધા હતા. જાણે કે સ્વીડનમાં ગુજરાત ખડુ કરી દીધું હતું. પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર અતુલકુમાર પરમાર તથા વાલમ પ્રેમજી મેપાણીનું મોમેન્ટો આપી મંડળ વતી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે આમંત્રણને માન આપીને શાસ્ત્રી દેવપ્રકાશ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને રૂડા આર્શિવાદ આપ્યા હતા તેમ સત્સંગ સેવક મનસુખભાઇ એમ.પરમારની યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)
  • દિવાળી ઉપર આતંકી હુમલાનો ભયઃ પાંચ ત્રાસવાદીઓ ભારત-નેપાળ સરહદે દેખાયા : ''એનઆઇએ''એ પ્રથમ વખત જ ગુપ્તચર એજન્સીઓને જાણકારી આપીઃ ખુફીયા સંસ્થાઓ હરકતમાં સફેદ મોટરમાં શંકાસ્પદ આતંકીઓ નજરે પડયા access_time 1:09 pm IST

  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ભારતીય જનતા પક્ષ સૌરવ ગાંગુલીને પોતાના ચહેરા તરીકે ઉતારશે:. તાજેતરમાં જ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ચૂંટાયેલા સૌરવ ગાંગુલીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ મમતા બેનર્જી સામે ભાજપના મુખ્યમંત્રી ના ચહેરા તરીકે મેદાનમાં ઉતારે તેવી પૂરી સંભાવના છે access_time 1:14 am IST

  • ધોની વિશે હું સિલેકટરો સાથે ૨૪ ઓકટોબરે વાત કરીશઃ ગાંગુલી access_time 1:08 pm IST