Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

માત્ર પાછલા વ્હીલ પર ૮૧ કિલોમીટર સાઇકલ ચલાવીને બનાવ્યો વિક્રમ

ન્યુયોર્ક તા ૧૭  : અમેરિકાના મેરિલેન્ડમાં રહેતા ૫૬ વર્ષના રિચ ફલેનેગન નામના ભાઇએ એક પૈડા પર સાઇકલ ચલાવવાનો રેકોર્ડ નોધાવ્યો હતો. રિચે માત્ર એક પૈડા પર બેલેન્સ કરીને લગાતાર સાઇકલ ચલાવી હતી અને રેકોર્ડ પણ બનાવ્યો હતો. આમ તો રિચભાઇની મંશા ૧૦૦ માઇલ એટલે કે લગભગ ૧૬૦ કિલોમીટર સુધી પાછલા વ્હીલ પર સાઇકલિંગ કરવું હતું. પરંતુ અધવચ્ચે એટલા જોરથી પવનનો વાયરો ફુંકાયો કે તેનું બેલેન્સ ૫૦.૫ માઇલ પર હતો, ત્યારે લથડયું જોકે આ માઇલસ્ટોન પણ રેકોર્ડ બનાવવા માટે પુરતો હતો કેમ કે પાછલા વ્હીલ પર આટલું લાંબુ સાઇકલિંગ હજી સુધી કોઇ કરી શકયું નથી.

(3:23 pm IST)