Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વોશિંગટનને ફરી અમેરિકાથી લાગ્યો નવો એક ઝટકો

નવી દિલ્હી:આગામી મહિનાથી અમેરીકી પ્રતિબંધનો સામનો કરનાર ઈરાનને વોશિંગ્ટન તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઈરાન પેરામિલિટ્રી ફોર્સ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે.જેને લઈને ઈરાન અને અમેરીકા વચ્ચે તણાવ વધવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે. મહત્વનુ છે કે ૪ નવેમ્બરથી ઈરાન પર અમેરીકાના નવા પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યા છે.ઈરાનની સેના પર આજે લાગુ કરવામાં આવેલ પ્રતિબંધને અમેરીકાના તેહરાન પર વધતા જતા દબાણના રુપમાં જાવામાં આવી રહ્યુ છે. નવા પ્રતિબંધોમાં ઈરાનના પેરામિલિટ્રી ગ્રુપને નાણાંકીય મદદ આપનાર સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(6:31 pm IST)