Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

બુકર પ્રાઈઝ જીતનાર પ્રથમ લેખિકા બની બર્ન્સ

નવી દિલ્હી:વર્ષ ૨૦૧૮નો મેન બુકર પ્રાઈઝ એના બર્ન્સને મળ્યો છે. એના બર્ન્સ આ પુસ્કાર જીતનારી પ્રથમ નોર્થન આઈરીશ લેખકબની ગયા છે. આ પ્રાઈઝ તેમને milkman નોવેલ માટે મળ્યો છે.

જો કે ૫૬ વર્ષીય એના મીલ્ક્મેન નોવેલ પૂરી નહતી કરી શક્યા. એનાને સર્જરીના લીધે ઘણી શારીરિક યાતનાઓ વેઠવી પડી હતી.

તેમની આ નોવેલ એક મહિલાની કથાને વર્ણવવામાં આવી છે. આ મહિલા પરના યૌન શોષણની વાત કહેવામાં આવી છે. આ મહિલાનું શોષણ એવી વ્યક્તિ દ્વારા થાય છે કે જે ખુબ પાવરફુલ છે.

પ્રાઈઝ આપનાર જ્યુરી મેમ્બર એન્થની એપીયાહે કહ્યું હતું કે મને લાગે છે કે આ નોવેલ . #MeToo વિશે વિચારવામાં લોકોને મદદ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે અફવાહના લીધે નુકશાન અને ખતરાના મામલે આ ખુબ શક્તિશાળી નવલકથા છે.

(6:21 pm IST)