Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ખોટુ બોલતું પકડી પાડવાની આ દેશની વિધી સાંભળી રાતભર તમને ઊંઘ નહિ આવે

ઇજિપ્તના કબીલામાં પ્રાચીન કાળથી લાઇ ડિટેકટર : ટેસ્ટ કરવાની બિશાહ નામની ટેકનિક બહુ જ ફેમસ છે

કેરો તા. ૧૭ : હાલમાં ક્રાઈમમાં લાઈ ડિટેકટર ટેસ્ટની બોલબાલા છે. ગુનેગાર પાસેથી સત્ય ઉકેલવા માટે આ ટેસ્ટની મદદ લેવામાં આવે છે. પરંતુ ઈજિપ્ત દેશમાં આજે પણ સદીઓ જૂના લાઈ ડિટેકટર ટેસ્ટની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઈજિપ્તના કબીલામાં પ્રાચીન કાળથી લાઈ ડિટેકટર ટેસ્ટ કરવાની બિશાહ નામની ટેકનિક બહુ જ ફેમસ છે. જોકે, મોટાભાગના સ્થળોએ આ પ્રથા બંધ થઈ ચૂકી છે. પરંતુ મિસ્રનો અયિદાહ કબીલો આજે પણ આ પ્રથાને જીવંત રાખી બેસ્યો છે.

અયિદાહ કબીલાના લોકો એક ધાતુને પહેલા ગરમ કરે છે. પછી તે ગરમ ધાતુને આરોપીની જીભ પર લગાવવામાં આવે છે. કહેવાય છે કે, જે આરોપીની જીભ પર આ પ્રોસેસ બાદ ફોલ્લા આવે છે તો તે દોષી માનવામાં આવે છે. તો જે વ્યકિતના જીભ પર ફોલ્લા નથી પડતા તો તે નિર્દોષ સાબિત થાય છે. આ પરંપરાને માનનારા અયિદાહ કબીલાના લોકો તેની પાછળ એક તર્ક હોવાનું કહે છે.

તેઓ માને છે કે, જે પણ વ્યકિતએ આરોપ કર્યો છે, તે નર્વસ હોય છે, જેનાથી તેની જીભ સૂકાઈ જાય છે અને ગરમ ધાતુ જયારે તેના જીભને સ્પર્શે છે તો તેના જીભ પર ફોલ્લા પડી જાય છે. તો બીજી તરફ, જે વ્યકિત નિર્દોષ હોય છે, તેની જીભ પર સલાઈવા (લાળ) હોય છે, તેના છૂટવાથી તેને કંઈ જ થતું નથી.

માનવામાં આવે છે કે, મેસોપોટેમિયાના કાળમાં પણ આ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચોરી, હત્યા જેવા અપરાધમાં આવી રીતે ટેસ્ટ કરવામાં આવતો હતો. બિશાહ પ્રોસેસ એ સમયે કરવામાં આવે છે, જયારે આરોપીના વિરુદ્ઘમાં સામેલ નથી હોતી, તો તેને દોષી માનવામાં આવે છે. બિશાહની પ્રોસેસ અંતિમ માનવામાં આવે છે અને તેની વિરુદ્ઘ કોઈ આરગ્યુમેન્ટ કરવામાં આવતા નથી. (૨૧.૬)

(11:57 am IST)
  • આજે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવતઃ ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધાર્યાઃ દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૮૩ તો મુંબઇમાં ૮૮.૨૯નું લીટર મળે છેઃ ડીઝલનો ભાવ મુંબઇમાં ૭૯.૩૫ છે તો દિલ્હીમાં ભાવ રૂ. ૭૫.૬૯ છે access_time 11:42 am IST

  • સુરતમાં પર્વત પાટીયાના જૈન દેરાસરમાં આદિનાથ ભગવાનની મુર્તિની ચોરી:ચાંદીના કળશ અને છત્રની પણ તસ્કરો બઠાવી ગયા : જૈન સમાજમાં રોષની લાગણી access_time 2:20 pm IST

  • આદિવાસીના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતા કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી : વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પસાર કરાયો હતો કાયદો :કાયદાને રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાયો હતો : હવે ખોટા પ્રમાણપત્રો મેળવનાર સામે થઇ શકશે કડક કાર્યવાહી access_time 4:49 pm IST