Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ચીને એકસાથે 15 ગગનચુંબી ઇમારતો એક સાથે તોડી પાડી હોવાની માહિતી

નવી દિલ્હી: આઠ વર્ષ સુધી સંપૂર્ણ રીતે બાંધવામાં ન આવ્યા બાદ ચીને એક સાથે 15 ગગનચુંબી ઇમારતો એક સાથે તોડી પાડી હતી. આ ગગનચુંબી ઇમારતો પડી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ચીનના યુનાન પ્રાંતના કાનમિંગમાં કરવામાં આવી હતી. 15 ગગનચુંબી ઇમારતો પડવા કારણે ત્યાં ધૂળના ગોટેગોટા જોવા મળ્યા હતા અને તમામ ઇમારતો ધરાશાયી થઇ ગઇ. હવે આ 15 ગગનચુંબી ઇમારતોનો એક સાથે પાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ચીનના સરકારી સિન્હુઆ ન્યૂઝે જણાવ્યું કે ઇમારતોમાં 85,000 બ્લાસ્ટિંગ પોઇન્ટ પર 4.6 ટન વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિશન માત્ર 45 સેકન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. વિસ્ફોટનું કાર્ય પૂરી રીતે સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે-કટોકટી બચાવ વિભાગોએ આઠ કટોકટી બચાવ ટીમોની સ્થાપના માટે 2,000થી વધુ સહાયક કર્મચારીઓને મોકલ્યા, જેમાં સ્થળ પર આગ બચાવ ટીમ, વ્યાપક કટોકટી ટીમ, પૂર નિયંત્રણ કટોકટી ટીમ અને શહેરી વ્યવસ્થાપન સામેલ હતા.

(6:41 pm IST)