Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

યુદ્ધના સાચા કારણો પર ચર્ચા થવા સુધી નહીં થઈ યુદ્ધવિરામ:તાલિબાન

નવી દિલ્હી:તાલિબાની પ્રવક્તા મોહમ્મ્દ નઈમે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાન યુદ્ધ વિરામ પર ત્યાં સુધી અમલ નહીં કરે જ્યાં સુધી શાંતિ વાર્તા કરી રહેલ લોકો યુદ્ધના અસલી કારણો પર ચર્ચા નહીં કરે. તાલિબાની પ્રવક્તાએ દાવો  કર્યો છે કે આતંકવાદી સંગઠને શરૂઆતમાં વાતચીત પછી હિંસાના સ્તર પર ઉણપ જણાવી છે પરંતુ સરકાર [પોતાની આક્રમકઃ નીતિ પર રોક નથી લગાવી રહ્યા।તેમને વધુમાં જણાવ્યું છે કે 20 વર્ષનું યુદ્ધ એક કલાકમાં સમાપ્ત નહીં કરવામાં આવે સમસ્યા અને યુદ્ધના મૂળ કારણો પર ચર્ચા કર્યા પછી એક યુદ્ધ વિરામ નક્કી કરવામાં આવશે અને તેના પરથી જ કોઈ નિર્ણય લેવામાં આવશે જેવું જાણવામાં આવી રહ્યું છે. 

(5:41 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST