Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

આ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ ૫ ફુટ ૫ ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા

ઘરમાં બે બેડરૂમ, એક ડાઇનિંગ રૂમ, એક બાથરૂમ અને એક ટેરેસ છે

લંડન,તા.૧૭ : મોટાં શહેરોમાં નાની જગ્યાઓની પણ ઘણી ડિમાન્ડ હોય છે. બીજા શહેરમાંથી આવતા સ્ટુડન્ટ્સ તેમ જ પ્રોફેશનલ્સ મોટે ભાગે આવાં ઘરોને પસંદ કરતા હોય છે. લંડનમાં આવું જ એક ઘર વેચાવા માટે નીકળ્યું છે જે અન્ય ઘરની તુલનાએ ખૂબ જ પાતળું છે અને એની એ જ વિશેષતા લોકોને આકર્ષી રહી છે. પહોળાઈ માત્ર પાંચ ફુટ અને પાંચ ઇંચની છે જે એક એવરેજ વ્યકિતની હાઇટ જેટલું કહેવાય. એમ છતાં આ ઘરની કિંમત એક મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ નવ કરોડ રૂપિયા મંડાઈ રહી છે. અગિયાર વર્ષ પહેલાં જયારે આ ઘર વેચાયેલું એના કરતાં આ નવી રકમ બમણી છે. આ ઘર પહોળું ભલે નથી પરંતુ એમાં લકઝુરિયસ સ્વિસ ડેકોર સાથે સુશોભિત ફર્શ, ડેકોરેટિવ બાથરૂમ અને પેટર્નવાળાં વોલપેપર એને આકર્ષક બનાવે છે. ઘરમાં બે બેડરૂમ, એક ડાઇનિંગ રૂમ, એક બાથરૂમ અને એક ટેરેસ છે.

(2:42 pm IST)