Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આ શખ્સે નૂડલ્સમાંથી બનાવ્યું અનોખું ઘર

નવી દિલ્હી: લોકો મોટાભાગે નૂડલ્સનો  ખાવામાં ઉપયોગ કરતા હોય છે પરંતુ ચીનમાં એક શખ્સે નૂડલ્સનો એવો ઉપયોગ કર્યો છે જેની હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઇ રહી છે ટૂંક સમયમાં પિતા બનનાર આ  શખ્સે નૂડલ્સની મદદથી એક નાનું એવું ઘર બનાવી દીધું છે આવનાર સમયમાં પોતાના બાળકને ભેટ આપવા માટે તેમને આ ઘરને બનાવ્યું છે.

     જોંગ  નામના આ શખ્સે નૂડલ્સની મદદથી આ અનોખું મકાન બનાવ્યું છે જેના  ફોટો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે. આ પ્લેહાઉસને બનાવ્યા પછી જોંગેજ તેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા અને આ કારણોસર તે ચર્ચામા આવી ગયા છે.હાલમાં નૂડલ્સથી બનેલ આ ઘર લોકો માટે ચર્ચાનો વિષય બની ગયું છે.

(6:06 pm IST)