Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ફિલિપીનમાં ટ્રક ખાડામાં પડવાની ઘટનાથી 15 લોકોના મોતથી અરેરાટી

નવી દિલ્હી: દક્ષિણી ફિલિપીનમાં દુર-દરાજના એક પર્વતીય ગામમાં મંગળવારના રોજ એક ટ્ર્કના ખાડામાં પડી જવાની ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો મોતને ભેટ્યા છે. પોલીસ અને રેસ ક્રોસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ટ્રક દક્ષિણ કોટાબાટો પ્રાંતમાં તંબોલી કસ્બામાં એક પર્વતીય રસ્તા પરથી  પસાર થઇ રહ્યો હતો ત્યારે બ્રેક  કામ ન કરવાના કારણોસર તે ખાડામાં પડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ દુર્ઘટનામાં 15 લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. જેમાં મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે

(6:04 pm IST)