Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

બોટ અને કાર બન્નેમાંથી ફલોરિડાના આ ભાઇએ બનાવી છે બોટ-કાર

ફલોરિડા તા. ૧૭: કંઇક અવવીતરૃં કરવાના શોખીન એવા અમેરિકાના ફલોરિડામાં રહેતા ગેરી મૂરે નામના ભાઇએ એક જૂની બોટનું બહારનું આવરણ અને એક એસયુવી કારનું એન્જિન વાપરીને એક વિચિત્ર કાર તૈયાર કરી છે. ફોર્ડ એકસપીડિશન એસયુવીનો નીચેનો ભાગ અને બંધ પડી ગયેલી બોટનો ઉપરનો ભાગ મિકસ કરીને ગેરીએ એવી કાર તૈયાર કરી છે જેને લીગલી રોડ પર લઇને ફરી શકાય. કારમાં હેડલાઇટ્સ છે, ટેઇલ લાઇટ્સ છે, ટર્ન સિગ્નલ્સ અને હોર્ન છે. આમ તો બોટની જેમ એ ઓપન જ ચલાવવાની હોય છે, પણ જો વરસાદ આવતો હોય તો માથે કન્વર્ટિબલ છાપરૃં લગાવી શકાય એવી વ્યવસ્થા પણ છે. ગયા અઠવાડિયાથી ગેરીભાઇ તેમનાં પત્ની અને બાળકને લઇને બોટ-કારમાં ફરે છે અને શહેરભરમાં જોણું ઉભું થયું છે.

(3:24 pm IST)