Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ચીનમાં ફ્લાઈટમાં લગ્નની પ્રપોઝલ સ્વીકારતા વિમાનની સહાયકને નોકરીમાંથી કાઢી મુકાઈ

તેને યાત્રિકોના જીવને જોખમમાં મૂક્યનું કહી એરલાઇન્સની કાર્યવાહી

 

ચીનમાં અેક વિમાન સહાયકને લગ્નની પ્રપોઝલ સ્વીકારતા નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હતા અેક મહિના પહેલાં ફ્લાઇટ અેટેન્ડન્ટને તેની પ્રેમીઅે વિમાનમાં પ્રેમનું પ્રોઝ કર્યું હતું.ચાઇના ઇસ્ટર્ન અેરલાઇન્સના અા ફ્લાઇટ અેટેડન્ટને નોકરીમાંથી કાઢી મૂકાઈ છે.

  ઘટના મે મહિનામાં ઘટી છે. ફ્લાઇટ ટેક અોફ થયાના 30 મીનિટ બાદ ફ્લાઇટ અેટેન્ડન્ટના પ્રેમીઅે ઘૂંટણ પર બેસીને પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. અા વીડિયો વાયરલ થયા બાદ તમામ મુસિબતનો અા ફ્લાઇટ અેટેડન્ટે સામનો કરવો પડ્યો છે. અેરલાઇન્સે નોકરીમાંથી કાઢી મૂકવા માટે અે કારણ અાપ્યું છે કે, તેને યાત્રિકોના જીવને જોખમમાં મૂક્યા હતા.

  કંપનીના જણાવ્યા અનુસાર રોમાન્ટિંક વ્યવહારને પગલે યાત્રિકોના વચ્ચે અશાંતિ પેદા થઈ હતી. યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થાના મામલે અા ગંભીર ઘટના છે. અા બાબતે લોકોમાંથી પણ મિશ્ર પ્રતિભાવો અાવી રહ્યા છે.

(10:26 pm IST)