Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પત્‍ની અને સાળી એકસાથે થઇ ગર્ભવતી : હકીકત સામે આવી તો... જાણીને ચક્કર ખાઇ જશો

બંનેએ એક જ સમયે જોડકા બાળકોને જન્‍મ આપ્‍યો

વોશિંગ્‍ટન તા. ૧૭ : અમેરિકાના ઓહિયો શહેરમાં એક વ્‍યક્‍તિની પત્‍ની અને સાળીની એક જ સમયે ડિલિવરી થઈ. એટલે કે બંને બહેનો એક સાથે પ્રેગનેન્‍ટ થઈ હતી. તેનાથી પણ મોટું આર્ય એ છે કે બંનેએ એક જ સમયે જોડકા બાળકોને જન્‍મ આપ્‍યો. હવે કેટલાક લોકો આ બદલ આર્ય વ્‍યક્‍ત કરી રહ્યાં છે તો કેટલાક લોકો માત્ર સંયોગ ગણાવી રહ્યાં છે. આ સમગ્ર મામલા પાછળ એક ખાસ કારણ જણાવવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે એક સાથે જન્‍મનારા ચાર બાળકોએ એક જ માતાની કોખથી જન્‍મ લીધો છે.

જો કે તેમનો જન્‍મ ભલે બે અલગ અલગ કોખથી થયો હોય પરંતુ આ એક જ કપલના ભ્રુણ છે. તેમને બે અલગ અલગ કોખમાં રાખવામાં આવ્‍યાં હતાં. બાળકોના જન્‍મ બાદ ડોક્‍ટરોએ તેમને એક સાથે પેદા થનારા ચાર બાળકો ગણાવ્‍યાં. વાત જાણે એમ બની કે એની જહોનસન અને તેના પતિ જોબા લાંબા સમયથી ફેમિલી પ્‍લાનિંગ કરી રહ્યાં હતાં. પરંતુ સફળ ન થતા એની જહોનસનની મોટી બહેન તેમની મદદે આગળ આવી.

એની જહોનસનની મોટી બહેન ક્રિસીને જયારે આ અંગે જાણકારી થઈ કે તેની બહેન અને તેનો પતિ બાળક ન થવા પર પરેશાન છે તો તેણે નાની બહેનની મદદ કરવાનું વિચાર્યું. ક્રિસીએ નક્કી કર્યું કે તે નાની બહેન માટે સરોગેટ મધર બનશે. ક્રિસીના સંતાન સુખ આપવાના સૂચનને એનીએ પણ સ્‍વીકારી લીધુ. ત્‍યારબાદ ડોક્‍ટરોએ એનીના એગ કલેક્‍ટ કરીને જોબીના સ્‍પર્મ સાથે તેને ફર્ટિલાઈઝ કર્યાં.

ત્‍યારબાદ ભ્રુણને એનીની મોટી બહેન ક્રિસીની કોખમાં વિક્‍સીત કરવા માટે તેના શરીરમાં ટ્રાન્‍સફર કરી દેવાયા. એની અને ક્રિસીના માસિકચક્રનો સમય એક જ હતો. આવામાં ડોક્‍ટરે એનીને એક સલાહ આપી. એનીએ હા પાડ્‍યા બાદ ડોક્‍ટરોએ બે ભ્રુણ તેના શરીરમાં પણ વિક્‍સીત થવા માટે ઈમ્‍પ્‍લાન્‍ટ કર્યાં. એમ્‍બ્રોય ઈમ્‍પ્‍લાન્‍ટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ એવો ચમત્‍કાર થયો કે બંને બહેનો એકસાથે પ્રેગ્નેન્‍ટ થઈ ગઈ.

આ મામલે એનીનું કહેવું હતું કે અમે બંને પતિ પત્‍નીએ ફેમિલી પ્‍લાનિંગ માટે ખુબ કોશિશ કરી. પરંતુ લાંબા સમયથી સફળતા ન મળતા અમે સરોગસીનો નિર્ણય લીધો. જયારે અમે આ મામલે આગળ વધ્‍યાં તો એવો ચમત્‍કાર થયો કે મારી બહેન અને હું બંને એકસાથે પ્રેગ્નેન્‍ટ થયા. આજે મારું માતા બનવાનું વર્ષો જૂનું સપનું સાકાર થઈ રહ્યું છે.

(10:17 am IST)