Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

નજીકના સમયમાં આવી રહેલ આ ઊડતી કાર માટે 2હજારથી પણ વધુ લોકોએ કરાવ્યું બુકીંગ

નવી દિલ્હી: ગાડી મોંઘી હોય કે સસ્તી એક વાર ટ્રાફિકમાં ફસાવાનું થાય ત્યારે ખૂબ સમય બગડે છે. વધતા જતા વાહનોના લીધે શહેરના આંતરિક રસ્તાઓ અને હાઇવે માર્ગો વાહનોથી ઉભરાતા રહે છે પરંતુ જો કારને આકાશમાંથી ઉડાડી શકાતી હોય તો કેવું લાગે ? માણસની આ વર્ષો જુની કલ્પના છે જે હવે સાકાર થવા જઇ રહી છે. આ એવી કાર જેને જરુર પડે ત્યારે રોડ પર અને જરુર પડે ત્યારે ઉડીને પણ જઇ શકાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના બજારમાં ફલાઇંગ કાર આવી રહી છે જેનું 2000 લોકોએ બૂકિંગ કરાવ્યું છે. આ કાર તૈયાર કરવા માટે 14 વર્ષ જેટલો સમય લાગ્યો છે. ડિઝાઇન, રિસર્ચ અને સંશોધન પછી છેવટે ઉડતું વ્હિકલ માર્કેટમાં આવી રહયું છે. વિશ્વની પ્રથમ ફલાઇંગ કારનો 87 કિમી પ્રતિ કલાકની ઝડપે ટેસ્ટિંગ સફળ રહયા છે. આમ જોવા જઇએ તો હવામાં ઉડતી કારને વિમાન પણ કહી શકાય પરંતુ નવાઇની વાત તો એ છે કે આ વ્હિકલને ટેકનિકલી કાર કે વિમાન નહી પરંતુ ત્રણ પૈડાવાળા મોટર સાઇકલની યાદીમાં સમાવવામાં આવ્યું છે. આ કારમાં એક ચાલક સિવાય બીજા એક પેસેન્જરની સ્પેસ મળે છે.

(5:45 pm IST)