Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

હોટેલમાં ભોજન પછી શા માટે સર્વ કરાય છે વરિયાળી અને શાકર ?

વરિયાળીનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને તેમની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વ હોય છે. તે સિવાય તેમની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવ કરાવે છે.

 ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

 ભોજન પછી વરિયાળી પાચન શકિતને વધારવામાં પણ મદદગાર છે.

 વરિયાળી ખાવાથી એસિડીટીનો ખતરો નહી રહે છે.

 વરિયાળી ખાધા પછી માણસને ફ્રેશ અનુભવ થવા લાગે છે. આ એક માઉથ ફ્રેશનરનો કામ કરે છે.

 ઘણી હોટલ અને રેસ્ટોરેંટમાં શેકેલી વરિયાળી કે રંગીન વરિયાળી પણ આપીએ છે.

(9:45 am IST)