Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જો તમે પણ ઝડપથી ભોજન કરો છો તો સાવધાન!!

આજના સમયમાં લોકો પાસે એટલો સમય નથી કે તે આરામથી બેસીને ભોજન કરી શકે. લોકો હંમેશા જલ્દીમાં હોય છે.  પરંતુ, ઝડપથી ભોજન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થાય છે.

 જ્યારે તમે ઝડપથી ભોજન કરો છો ત્યારે તમે ભોજન વ્યવસ્થિત રીતે ચાવીને ખાતા નથી. જેના કારણે તમને અપચો, પેટ ફુલાવુ અને અન્ય પેટ સંબંધી બીમારીઓ થાય છે. આ ઉપરાંત તમને બેચેની પણ મહેસૂસ થાય છે.

 ઝડપથી ખોરાક લેવાથી પેટમાં વધારે હવા જાય છે અને તમને વારંવાર ઓડકાર આવે છે.

 ઝડપથી ખાવાના કારણે ખોરાકના મોટા ટુકડાથી ડાઇજેસ્ટિવ ટ્રેકટ ભરાઈ જાય છે અને પેટ વધારે ભરેલુ અને ફુલાયેલુ દેખાય છે. જેના કારણે પેટમાં એસિડ ભરાઈ જાય છે.

 આ ઉપરાંત એસિડ રિફલકસ થવાના કારણે હાર્ટ બર્નની સમસ્યા પણ થઈ જાય છે.

(9:15 am IST)