Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કંટોલા લીવરને સ્વસ્થ રાખે છે

કેટલાક શાકભાજી એવા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાંથી એક છે કંટોલા. કંટોલાના શાકના સેવનથી અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

કંટોલાને મીઠા કારેલા પણ કહેવામાં આવે છે. ચોમાસામાં ગામડામાં કંટોલા સરળતાથી મળી રહે છે. કંટોલા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આયુર્વેદમાં કંટોલાને ખૂબ જ ગુણકારી માનવામાં આવે  છે. તો જાણો કંટોલાના અનેક ફાયદાઓ.

. કંટોલા કેટલીય બીમારીઓ દૂર કરે છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. હાઇ બ્લડ પ્રેશરમાં કંટોલા રાહત અપાવે છે. સામાન્ય રીતે કંટોલા ચોમાસાની ઋતુમાં ઉગે છે.

. કંટોલા એન્ટી-ઓકિસડેન્ટથી ભરપૂર હોય છે. તેનુ સેવન કરવાથી શરીરની નબળાઇ દૂર થાય છે. ઉપરાંત તેમાં ફાઇટોકેમિકલ્સ હોય છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે. તે લીવરને પણ સ્વસ્થ રાખે છે.

. કંટોલા મોટાપો દૂર કરે છે અને તે કેન્સરથી પણ બચાવે છે. શરદી-ઉધરસમાં કંટોલાનું શાક ખાવાથી આરામ મળે છે.  

 

(9:14 am IST)