Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

યુવતીને સાસુ માટે જોઇએ છે બોયફ્રેન્ડ : ૨ દિવસ સાથે રહેવાના મળશે ૭૨,૦૦૦ રૂપિયા

જાહેરાત હાલ વાયરલ થઇ રહી છે અને લોકો ભાત ભાતની કમેન્ટ પણ કરી રહ્યા છે

ન્યૂયોર્ક,તા.૧૭: અમેરિકામાં રહેતી એક યુવતીએ ભાડા પર બોયફ્રેન્ડ માટે જાહેરાત આપી છે. રસપ્રદ વાત એ છે કે બોયફ્રેન્ડ તેના માટે નહીં પરંતુ તેની સાસુ માટે જોઈએ છે. સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર આ જાહેરાત હાલ વાયરલ થઈ રહી છે અને લોકો ભાત ભાતની કમેન્ટ પણ કરી રહ્યા છે. જાહેરાતમાં લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે. તે પણ માત્ર ૨ દિવસ માટે.

વાયરલ થયેલી જાહેરાતમાં યુવતીએ લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે અને માત્ર બે દિવસ સુધી નકલી બોયફ્રેન્ડ બનનારી વ્યકિતને ૭૨ હજાર રૂપિયા આપવામાં આવશે. ન્યૂયોર્કની હડસન વેલીમાં રહેતીઆ યુવતીની જાહેરાતમાં કહેવાયુ છે કે મને મારી ૫૧ વર્ષની સાસુ માટે એક સાથીની જરૂર છે જે તેમની સાથે લગ્ન અને ડિનરમાં સામેલ થઈ શકે. બે દિવસ સુધી તેણે મારી સાસુ સાથે રહેવું પડશે જેના માટે તેને એક હજાર ડોલર (લગભગ ૭૨ હજાર રૂપિયા) મળશે.

વાત જાણે એમ છે કે યુવતીને એક લગ્ન સમારોહમાં જવાનું છે. જેમાં તે પોતાની સાસુને પણ લઈ જવા માંગે છે. તે ઈચ્છે છે કે આ લગ્ન પાર્ટીમાં સાસુ પણ સુંદર કપડાંમાં એક કપલની જેમ દેખાય. ક્રેગલિસ્ટ પર અપાયેલી જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે સાસુ સફેદ રંગના કપડા પહેરશે. ભાડાના બોયફ્રેન્ડે તેમની સાથે કપલની જેમ દેખાવવાનું નાટક કરવાનું રહેશે.

જાહેરાતમાં ભાડાના બોયફ્રેન્ડ બનવા માટે ઉંમરનો પણ ઉલ્લેખ કરાયો છે. યુવતીનું કહેવું છે કે તેને એક એવા વ્યકિતની જરૂર છે જેની ઉંમર ૪૦ વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે હોય. તે સારો ડાન્સર હોય અને વાત કરવામાં પણ સારો હોય. રેડિટ પર જાહેરાત વાયરલ થયા બાદ યૂઝર્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુવતીએ કમેન્ટમાં લખ્યું કે જયારે મે વાંચ્યું તો મે તરત મારા પતિ વિશે વિચાર્યું, જયારે અન્ય એક યૂઝરે લખ્યું કે આ મુશ્કેલ છે, પરંતુ કયારેક કયારેક તે ઠીક છે. ખુબ જ યોગ્ય સોદો છે, ભોજન અને મુસાફરની ચૂકવણી અલગથી મળી રહી છે. આનાથી વધુ સારું શું હોઈ શકે?

(10:21 am IST)