Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રવાંડામાં માર્ગ અકસ્માતમાં 8ના મોત: 17 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પશ્ચિમી રવાંડામાં કરોગી જિલ્લામાં એક યાત્રી વાહન દુર્ઘટનનો શિકાર થતા આંઠ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 17ને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એક માર્ગ સુરક્ષા વિભાગના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કીગલીથી ન્યમશેક જઈ રહેલ એક યાત્રીની બસ સવારના સમયે પલ્ટી ખાઈ ગઈ હતી જેના કારણે આંઠ લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો અને અન્ય 17ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

(6:20 pm IST)