Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

યુએસ અને ઇરાન વચ્ચેના તણાવથી ભારતને દરરોજ ૩૭ લાખ રૂપિયાનું થઇ રહેલું નુકસાન

નવી દિલ્હી,તા.૧૭: અમેરિકા તરફથી એડવાઈજરી જારી કરવામા આવ્યા બાદ ભારતીય એરલાઈન કંપનીઓ સુરક્ષાના કારણોસર ઈરાની હવાઈ વિસ્તારનો ઉપયોગ કરવાનુ ટાળી રહી છે જેના કારણે ભારતને તેની એરલાઈનોને લાંબા રસ્તા પરથી લઈ જવાની ફરજ પડતા ભારતીય કંપનીઓને દરરોજના લગભગ ૩૭ લાખ રૂપિયાનુ નુકસાન ઉઠાવવુ પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૨૬ ફ્રેબ્રુઆરીએ બાલાકોટમા થયેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાને તેની વાયુસેનામા ભારતીય વિમાનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદથી ભારતીય એરલાઈન્સ કંપનીઓ પાકિસ્તાન સાથે સંકળાયેલા ઈરાની હવાઈ વિસ્તારનો ઉપયોગ કરી રહી હતી.

જોકે આ દરમિયાન પાકિસ્તાને ગઈકાલે સાડા ચાર માસ બાદ તેના હવાઈ વિસ્તારને ખોલવાનો નિર્ણય લેતા હવે ભારતને આ બાબતે રાહત મળી શકે તેમ છે. પણ છેલ્લા સાડા ચાર માસથી આ હવાઈ વિસ્તાર બંધ હોવાના કારણે ભારતને અત્યારસુધીમા દરરોજના ૩૭ લાખના નુકસાન પેટે કરોડોનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સાલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે થયેલી પરમાણુ સમજૂતિ તોડી નાખી હતી તેમજ ઈરાન પર કેટલાંક નવા આર્થિક પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. જેના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવમા વધારો થતા બંને દેશ વ્ચચે વધતી જતી દુશ્મનીના કારણે ભારતને તેની એર લાઈનોને અન્યત્ર હવાઈ માર્ગથી લઈ જવાની ફરજ પડતા ભારતને રોજના ૩૭ લાખનુ નુકસાન સહન કરવાનો વારો આવતા અત્યારસુધીમા કરોડોનુ નુકસાન થયુ છે.

(4:05 pm IST)