Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રેર બીમારીને કારણે ૬ વર્ષના આ છોકરા પર કુલ ૩૬ સર્જરી થઇ છે

ન્યુયોર્ક તા ૧૭  :  અમેરિકાના અલબામામાં રહેતો છ વર્ષનો ગ્રાયસન કોલ સ્મિથ અત્યંત રેર અને સમજાય નહીં એવી બીમારી ધરાવે છે. તે જન્મ્યો ત્યારથી જ જથ્થાબંધ બીમારીઓ લઇને આવ્યો હતો. તે જન્મ્યો ત્યારે તેના હ્રદયમાં કાણું હતું. તેની ખોપડીનો ત્રીજો ભાગ લિટરલી મિસિંગ હોવાથી મગજને ગમે ત્યારે ઘાતક ડેમેજ થઇ શકે એમ હતું. તે જોઇ, બોલી કે સાંભળી શકતો નથી અને એ હ્રદય-ફેફસાની અત્યંત વાઇટલ કહેવાય એવી કામગીરીમાં ગરબડ છે. એક સાથે આટલીબધી ઇન્ટરરિલેટેડ સમસ્યાઓ જોઇને ડોકટરો પણ માથું ખંજવાળી રહ્યા છે. તેમને સમજાતું  નથી કે તેને કઇ બીમારીને કારણે આ થયું. પહેલાં તો નિષ્ણાંતોએ આ બાળક એક મહિનાથી વધુ નહી જીવે એવું કહી દીધેલું. જોકે બાળકનો ફાઇટીંગ સ્પિરીટ જોઇને તેની સારવાર માટે જરૂરી સર્જરીઓ કરવામાં આવી. ગ્રાયસન હાલમાં છ વર્ષનો છે અને તેની પર કુલ ૩૨ ઓપરેશનો થઇ ચુકયા છે એમાંથી ૨૬ સર્જરીઓ તો માત્ર માથા અને ખોપડીમાં થઇ છે. તેના પેરન્ટ્સ અને અમેરિકાના ડોકટરો આ પ્રકારની સમસ્યા ધરાવતા કોઇ  કેસ-સ્ટડીની શોધમાં છે, પણ હજી સુધી તેમને આવો એકેય કેસ મળ્યો નથી. નિયમીત સારવાર દ્વારા ગ્રાયસનની હાલત સુધારા પર છે અને એટલે ડોકટરોએ તેની સમસ્યાનું જાતે જ નામ પાડી દીધુ છે અને એ આ પહેલાં દરદીના નામ પરથી જ એટલે  કે ગ્રાયસન્સ સિન્ડ્રોકમ છે.

(3:43 pm IST)