Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

બ્રેકફાસ્ટમાં ૪૦૦૦ કેલરીવાળી ૬પ ચીજો આ ભાઇ ૧ર મીનીટમાં જ ચટ કરી ગયા

લંડન તા.૧૭ : ઈગ્લેન્ડના નોટીંગહેમશરમાં શેફર્ડસ પ્લેસ ફાર્મ નામની રેસ્ટોરામાં ટ્રેડિશનલ ઇગ્લીશ આઇટમોનો જાયન્ટ રસથાળ તૈયાર કરવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા ટર્મિનેટર વન નામની એક ડીશ તૈયાર કરવામાં આવી હતી. જે રેકોર્ડબ્રેક ટાઇમમાં ઝાપટી જવાની ચેલેન્જ આપવામાં આવેલી. આ વખતે રેસ્ટોરાંએ ટર્મિનેટર - ટૂ નામની બ્રેકફાસ્ટ ડીશ તૈયાર કરી છે. એમાં બ્રેડ, ઇંડા, સોસોજિસ, બેકડ બીન્સ ટોસ્ટ મળી કુલ ૬પ આઇટમો મેળવીને એક ખાસ બ્રેકફાસ્ટ ડીશ તૈયાર કરવામાં આવી છે. બીઅર્ડ મીટસ ફૂડ નામની યુ ટયુબ ચેનલ ચલાવતા એડમ મોરેને તાજેતરમાં આ ચેલેન્જવને રેકોર્ડબ્રેક ટાઇમમાં ટર્મિનેટ કરી દીધી હતી. કોમ્પિટિટિવ ઇટિંગનો શોખીન એડમ નોટિગહેમશરમાં ફરી રહયો હતો. ત્યારે તેને થયુ કે લાવને પોતાના વ્યુઅર્સને ટર્મિનેટર ટુ ચેલેન્જ કેવી છે એનો ચિતાર આપતો વિડીયો બનાવે. ૧ર૦૦ રૂપિયાની આ ડિશમાં પાંચ પ્લેટમાં ૬પ આઇટમો પીરસાઇને આવે છે. વિડીયો-રેકોડીંગ ઓન કરીને તેણે એક પછી એક થાળી સફાચટ કરવાનું શરૂ કરી દીધુ અને જસ્ટ ૧ર મિનિટમાં તે એ તમામ ૬પ આઇટમો ઓહિયાં કરી ગયો આ ડિશની કુલ કેલરી ૪૦૦૦ હતી. સામાન્ય રીતે એક વ્યકિત દિવસનાં ત્રણ ભોજનમાં વધુ માં વધુ ૧૩૦૦ થી ૧પ૦૦ કેલરી ખાય છે જયારે આ ભાઇ અઢી દિવસન ખોરાક માત્ર ૧ર મીનીટમાં સફાચટ કરી ગયા.

(3:43 pm IST)