Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

બ્રિટનમાં બનવાનો છે વિશ્વનો સૌ પ્રથમ ૩૬૦ ડિગ્રી ઇન્ફિનિટી પુલ

લંડન તા ૧૭  :  મોટા ભાગે ઇન્ફિનિટી પુલ ટ્રોપિકલ લેન્ડસ્કેપ કે જંગલ જેવા કુદરતી સ્થળોએ બનતાં રિસોર્ટ્સમાં જોવા મળે છે. પરંતુ બ્રિટનની એક સ્વિમીંગપુલ બનાવતી કંપની કમ્પાસ પૂલ્સ લંડનમાંં ૩૬૦ ડિગ્રી ઇન્ફિનિટી પુલ બનાવવા જઇ રહી છે. લંડનમાં બનનારો આ પૂલ વિશ્વનો સૌપ્રથમ પૂલ હશે જયાંથી આખુ શહેર જોઇ શકાશે. આ પૂલ એક બહુમાળી ટાવરની અગાશીમાં બનવાનો છે. અત્યાર સુધી લકઝુરિયસ ટાવરોની અગાસીમાં જે સ્વિમીંગ પુલ્સ છે એ મોટા ભાગે એક કે બાજુથી જ ટ્રાન્સપરન્ટ હોય છે, પરંતુ આ પુલ ચારેય બાજુમાં ઇન્ફિનીટી વીઝન ધરાવતો હશે. એટલે સુધી કે આ પૂલનું તળિયુ પણ ટ્રાન્સપરન્ટ હશે જેથી ટાવરની અંદરથી પણ પૂલમાં તરી રહેલી વ્યકિતને જોઇ શકાશે.

(3:42 pm IST)