Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

એક ગીંગોટું કરડયા પછી આ બહેનને ૨૮ ખાદ્ય ચીજોની એલર્જી થઈ ગઈ

ન્યુયોર્ક, તા. ૧૭ :. અમેરિકાની પીસ વેલીમાં રહેતા ક્રિસ્ટી ડોવેન નામના ૩૮ વર્ષનાં બહેનને ૨૦૧૫ના જુલાઈ મહિનામાં લોન સ્ટાર પ્રજાતિની ટિક કરડી ગઈ હતી. એ પછી તેને અચાનક જ પેટમાં આફરો ચડી ગયા સાથે ઉલ્ટી અને ડાયેરિયા થવા લાગ્યા. શરૂઆતમાં લાગ્યું કે કદાચ તેને દાંતમાં કોઈ ઈન્ફેકશન છે જેને કારણે આમ થતું હશે. નિદાનમાં અનેક ગરબડો પછી ખબર પડી કે ટિક કરડવાને કારણે તેના શરીરમાં રિએકશન આવ્યુ છે. આ રિએકશન એવું હતુ કે તેનું બોડી ચોક્કસ પ્રકારની કોમ્પ્લેકસ શુગરની એલર્જી થઈ ગઈ હતી. ચોક્કસ કોમ્પ્લેકસ શુગર કેટલા ખાદ્ય પદાર્થોમાં હોય છે એનો સ્ટડી કર્યા પછી ડોકટરોએ તેને ૨૮ ચીજોનું લિસ્ટ આપ્યું જેમાં મીટ, ચોખા, ધાન્ય જેવી ચીજોનો સમાવેશ થાય છે. આ ચીજો છોડી દીધા પછી તેની હાલત સુધારા પર આવી ગઈ. જો કે રોજિંદા જીવનમાં વપરાતી ચીજોની બાદબાકી થઈ જતા હવે ક્રિસ્ટીબહેનને કેળા અને સ્ટ્રોબેરી જેવા ફળો પર જ જિંદગી કાઢવી પડે છે.

(3:27 pm IST)