Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

૧૪૩ કરોડ રૂપિયામાં ખરીદેલું ઘર ખાલી રાખવા બદલ ૧.૪ કરોડ રૂપિયાનો દંડ થયો

ટોરેન્ટા તા.૧૭ : અબજોપતિઓ કોઇપણ દેશોમાં પોતાની પ્રોપર્ટી ખરીદીને રાખી મુકતા હોય છે. પરંતુ કેનેડામાં આવુ કરવુ હોય તો જરા સાવધાન રહેવુ. એક ચીની અબજોપતિની વાઇફને કેનેડામાં ઘર ખરીદીને એને તાળુ મારી રાખવાથી સોના કરતા ઘડામણ મોઘા જેવું થયુ હતુ. યિઝુ નામની મહિલાએ ર૦૧પમાં વાનકુંવરના બેલમોન્ટ એવન્યુ વિસ્તારમાં એક આલિશાન બંગલો ૧૪૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ પછી આ બંગલો મોટા ભાગે ખાલી જ રહયો હતો ન તો એમાં યિઝુ પોતે રહેવા આવી, ન તેણે બીજા કોઇને રહેવા માટે આપ્યુ. જો કે ર૦૧૮માં વાનકુંવરના પ્રશાસને ખાલી રહેતી પ્રોપર્ટી પર એમ્પટી હોમ ટેકસ વસુલવાનું શરૂ કર્યુ હતુ. આ નિયમ અંતર્ગત  વ્યકિતએ પ્રોપર્ટીની કુલ કિંમત એક ટકા રકમ દંડ તરીકે ભરપાઇ કરવી પડે છે. જયારે યિઝુબેનને મસમોટુ દંડનુ ફરફરિયુ મળ્યું એટલે તેના બિઝનેશમેન પતિએ નિયમમાંથી છીંડુ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. અત્યારે તેમણે એવી દલીલ કરી છે કે અત્યારે એ બંગલામાં કોઇ એટલા માટે રહેતુ નથી કેમ એમાં રીનોવેશન કામ ચાલી રહયુ છે. હવે જોવાનું એ છે કે કોર્ટ આ દલીલ સ્વીકારે છે કે નહીં.

(3:26 pm IST)