Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

દુબઇમાં રોડ સાઇડમાં ગંદી કાર પાર્ક થશે તો હવે ૯૦૦૦ રૂપિયાનો દંડ લાગશે

શહેરની સુંદરતાને ધ્યાનમાં રાખતા દુબઇ નિગમે નવો નિયમ લાગુ કર્યો

દુબઇ, તા. ૧૭ : સંયુકત અરબ અમીરાત(યુએઇ)ના નવા મોટર કાયદામાં કડક નિયમ સામેલ કર્યા છે. નવા નિયમ પ્રમાણે તમારે કારને સ્વચ્છ રાખવી પડશે. જો સરકારને ગંદી કાર પાર્ક કરેલી મળશે તો પ૦૦ દિરહમ (લગભગ ૯૦૦૦ રૂપિયા) નો દંડ લગાવવાની જોગવાઇ કરી છે. આ નિયમ દુબઇ નગર નિગમે લાગુ કરી દીધો છે.દુબઇ નગર નિગમે ટ્વીટ કરીને જણાવ્યું કે કેવી ચીજો શહેરની સુંદરતાને ખરાબ કરી શકે છે. જે લોકો ગરમીની રજાઓમાં ફરવા જવાના છે તેમના માટે એક રિમાઇન્ડર જાહેર કર્યું છે. શહેરની સુંદરતાને બરકરાર રાખવા માટે નિગમે આ પગલું ભર્યું છે.નગર નિગમના ઇન્સ્પેકટર પાર્ક થયેલી ગાડીઓની ઓળખમાં લાગી ગયા છે અને કારની વિન્ડો પર નોટિસ લગાવી રહ્યા છે. આ ગાડીઓને સાફ કરવા માટે ૧પ દિવસનો સમય આપ્યો છે. જો આ સમયમાં ગાડીઓ સાફ નહીં થાય તો વાહનોને જપ્ત કરી લેવામાં આવશે.

(12:01 pm IST)