Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

હવાઈઃ કિલાઉ જ્વાળામુખીમાં થયા લાવાના બ્લાસ્ટ: 23 લોકો ઘાયલ

હવાઇ આઇલેન્ડના કિલાઉ જ્વાળામુખીમાં  લાવાના બ્લાસ્ટ થયા હતા. તે દરમિયાન હવાઇના બિગ આઇલેન્ડ પર એક ટૂરિસ્ટ બોટ પર લાવાના બોમ્બ પડતા અંદાજિત 23 જેટલાં પર્યટકો ઘાયલ થયાની માહિતી મળી છે. આ જ્વાળામુખી 3 મેથી સક્રિય થયો છે. જેના લીધે અત્યાર સુધીમાં 700 ઘરો નષ્ટ થઈ ગયા છે તેમજ 15,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

(8:08 pm IST)