Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ખાલી પેટ કરો શંચળનું સેવન, મેળવો અનેક ફાયદા

સ્વસ્થ રહેવા માટે લોકો કસરત, જોગીંગ અને યોગાનો સહારો લે છે. પરંતુ, આટલુ કરવા છતા પણ કેટલીક નાની-મોટી સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે ખાલી પેટ શંચળવાળુ પાણી પી શકો છો.

૧.પાચનશકિત : જે લોકોને પેટ સંબંધી સમસ્યાઓ રહે છે. તેને શંચળવાળુ પાણી પીવુ જોઈએ. શંચળવાળુ પાણી પીવાથી પાચનતંત્ર મજબુત થાવની સાથે ગેસથી પણ છુટકારો મળે છે.

૨.બેકટેરીયાનો નાશ : શરીરમાં રહેલ બેકટેરીયાનો નાશ કરવાનું કામ કરે છે. શરીરના બેકટેરીયાનો નાશ કરવા માટે દરરોજ શંચળવાળુ પાણી પીવો.

૩.સ્કિન પ્રોબ્લેમથી છૂટકારો : મીઠાનું પાણી પીવાથી ત્વચા પરના ખીલ અને ડાઘ દૂર થાય છે.

૪.સારી ઉંઘ : કેટલાય લોકોને રાત્રે ઉંઘ ન આવવાની સમસ્યા હોય છે. જેના કારણે તેને કેટલાય પ્રકારની સમસ્યાઓ થઈ જાય છે. તો દરરોજ સવારે શંચળવાળુ પાણી પીવાની આદત પાડો. તેમાં રહેલ મીનરલ મગજના તંત્રીકા તંત્રને શાંત કરે છે અને સ્ટ્રેસ હાર્મોનને ઓછુ કરીને ઉંઘ લાવવામાં મદદ કરે છે.

(10:15 am IST)