Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ત્વચા માટે ફાયદાકારક છે કેસર

કેસરનો ઉપયોગ વ્યંજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. એટલુ જ નહિં કેસર તમારી ત્વચાને પણ સુંદર બનાવવાનું કામ કરે છે. તો જાણી લો કે કેસર કેવા પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે.

તડકામાં જવાથી ત્વચા ખરાબ થઈ જાય છે. પરંતુ, કેસરના કારણે તમારે આ સમસ્યાનો સામનો નહિં કરવો પડે. તે ત્વચાને ખરાબ કરતા કિરણોને શોષી લે છે અને ત્વચાને નુકશાન થતા બચાવે છે.

તમને કદાચ ખબર નહિં હોય કે કેસર ત્વચાને ફ્રેશ બનાવે છે. ચહેરાની રંગત નિખારવા માટે એક ચમચી મધમાં થોડુ કેસર નાખી ચહેરા પર લગાવો.

 જો તમારી ત્વચા પર ખંજવાળ, સોજો, બળતરા કે લાલાશ છે તો તેને ઓછી કરવા માટે પણ તમે કેસરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે કેસરને દૂધમાં પલાળીને એપ્લાય કરો.

 

(10:14 am IST)