Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પ્રેગનન્સીના સ્ટ્રેચ માર્કસને દૂર કરે છે આ હોમ મેડ સ્ક્રબ

પ્રેગ્નન્સી બાદ મહિલાઓના શરીરમાં ખૂબ જ પરિવર્તન આવે છે. આ બદલાવ કોઈને કોઈ રીતે તેની સુંદરતાને ઓછી કરે છે. આ બદલાવોમાંથી જ એક છે સ્ટ્રેચ માર્કસ. ડિલીવરી બાદ પેટની આસપાસના ભાગમાં સ્ટ્રેચ માર્કસ થવા એ સામાન્ય ગણવામાં આવે છે. પરંતુ, દેખીતા તે સારા લાગતા નથી. જો તમને પણ સ્ટ્રેચ માર્કસ છે અને તેને દૂર કરવા માંગો છો તો હોમમેડ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

હોમમેડ સક્રબ બનાવવા માટે ૧ ચમચી કોફી પાવડરમાં ૧ ચમચી ઓગળેલ (મેલ્ટ થયેલ) કોકો બટર મિકસ કરી થોડીવાર માટે રાખો. ત્યારબાદ તે પેસ્ટથી સ્ક્રબ કરો અને થોડા ગરમ પાણીથી ધોઈ લો. વધુ સારા પરીણામ માટે અઠવાડીયામાં ૩ થી ૪ વાર સ્ક્રબ કરવું.

આ સ્ક્રબ સ્ટ્રેચ માર્કસ માટે ખૂબ જ સારૂ ગણાવામાં આવે છે. કોફીમાં કેફીનની માત્રા સારી હોય છે, જે સ્ટ્રેચ માર્કસને દૂર કરવાની સાથે ત્વચા પર કસાવ લાવે છે અને બ્લડ સર્કુલેશન પણ સારૂ રાખે છે. જ્યારે કોકો બટર સ્કીનને મોશ્ચરાઈઝ કરવાની સાથે હાઈડ્રેટ પણ રાખે છે.

(10:14 am IST)